BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩૭૦.૫૭ લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ હાઈ પર ક્લોઝ થયું. રોકાણકારોની સંપત્તિમાં આજે ૪.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઊછાળો જોવા મળ્યો છે.
બજેટનાં એકદિવસ પહેલાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. બેંકિંગ, FMCG, સેક્ટરનાં સ્ટોક્સમાં આજે ભારે ખરીદી જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. આજે ટ્રેડિંગ ક્લોઝ થવા પર સેંસેક્સ ૬૧૨ અંકોની તેજીની સાથે ૭૧૭૫૨ અને નેશનલ સ્ટોક એક્સચેંજનાં નિફ્ટી ૨૦૪ અંકોનાં ઊછાળા સાથે ૨૧૭૨૫ અંકો પર બંધ થયું.
શેરબજારમાં તેજીને જોતાં રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઊછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કપ ૩૭૯.૫૭ લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ હાઈ પર ક્લોઝ થયું છે. આજે ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં ૪.૧૯ લાખ કરોડ રૂપિયાનો ઊછાળો જોવા મળ્યો છે.
