વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેંડની વચ્ચે ૫ ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ ચાલી રહી છે જેમાં બુમરાહે છ વિકેટ ફટકારીને મારીને મેચ ટીમ ઈન્ડિયાનાં હાથમાં કરી દીધી છે.
ભારત અને ઈંગ્લેંડની વચ્ચે વાઈજેગનાં ક્રિકેટ સ્ટેડિયમમાં દ્વિતીય ટેસ્ટ મેચ ચાલી રહી છે. મેચનો આજે બીજો દિવસ છે ત્યારે ભારતે પોતાની પહેલી ઈનિંગમાં ૩૯૬ રનનો સ્કોર બનાવ્યો છે જ્યારે સામે પક્ષે ઈંગ્લેંડ પહેલી ઈનિંગમાં ૨૫૩ રનમાં સમેટાઈ ગઈ છે. ભારતને પહેલી ઈનિંગનાં આધારે ૧૫૩ રનોની બઢત મળી છે. હવે ભારતની બીજી ઈનિંગ શરૂ થઈ ચૂકી છે.
બુમરાહે ઈંગ્લેંડને આપ્યાં ૬ વિકેટનાં ઝટકાં
જસપ્રીત બુમરાહે આ મેચમાં ઈંગ્લેંડની હાલત ખરાબ કરી દીધી છે. પહેલી ઈનિંગમાં બુમરાહે ૬ વિકેટ લીધી અને પોતાના ટેસ્ટ કરિયરની ૧૫૦ વિકેટ પણ પૂરી કરી લીધી છે.
પિચને સ્પિન માટે એકદમ યોગ્ય માનવામાં આવી રહ્યું હતું ત્યાં બુમરાહે બેઝબોલની બેંડ વગાડી દીધી. પહેલી ઈનિંગમાં ઈંગ્લેંડનાં કેપ્ટન હેન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કરીને જસપ્રીત બુમરાહે ૧૫૦ વિકેટ પૂરા કર્યાં અને એક મોટો રેકોર્ડ પોતાના નામ કર્યો. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી તેજ ૧૫૦ વિકેટ લેનારા સ્પીડ બોલર બની ગયાં છે.