મધ્ય પ્રદેશ બ્લાસ્ટ : ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ૨૫ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ભૂકંપ જેવી ધ્રૂજારી થતી.

મધ્યપ્રદેશના હરદામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ૬ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હરદા શહેરની બહાર ફટાકડાની ફેક્ટરી છે, ફાયર ટેન્ડર અહીં હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજુબાજુના જિલ્લાઓમાંથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી છે.
મધ્ય પ્રદેશ બ્લાસ્ટ : ટાકડાની ફેક્ટરીમાં હજુ પણ ઘણા કામદારો ફસાયેલા
મધ્યપ્રદેશ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં હજુ પણ ઘણા કામદારો ફસાયેલા છે. સીએમઓ પાસેથી મળેલી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે ઘટના અંગે માહિતી માંગી છે.
જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તે કંપની હરદાના મગરખા રોડ પર આવેલી છે. આ કંપનીમાં સવારે વિસ્ફોટ થયા હતા અને ત્યારબાદ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીની અંદર અને બહાર અફરા-તફરી મચી ગઈ હતી.