૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે કમર કસી

૨૦૨૪ ની લડાઈ તૈયાર છે: માત્ર થોડા અઠવાડિયા બાકી છે અને ભાજપેપણ કમર કસી લીધી છે. આની ઝલક ત્યારે જોવા મળી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનનો જવાબ આપવા ઉભા થયા. પીએમએ પોતાના ભાષણમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમના ભાષણમાં સરકારના દરેક મુદ્દા સ્પષ્ટ થઈ ગયા. દરેક ઈરાદો સ્પષ્ટ થઈ ગયો અને એ પણ કે આ વખતે ભાજપ ૪૦૦ ને પાર કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં કોંગ્રેસ અને વિપક્ષ પર પસંદગીના પ્રહારો કર્યા હતા. પીએમએ ૨૦૨૪ ની ચૂંટણીના મુદ્દાઓ પણ નક્કી કર્યા અને ભાજપના પ્રચારને પણ વેગ આપ્યો. પીએમ મોદીએ પહેલીવાર ખુલ્લેઆમ સંસદમાં જીતનું લક્ષ્ય નક્કી કર્યું છે. પાંચ વર્ષ પહેલાં, જ્યારે અમે ૨૦૧૯ ની ચૂંટણી જીત્યા હતા, ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરીને અમે સૌથી જૂનું વચન પૂરું કર્યું હતું. હવે ૨૦૨૪ ની ચૂંટણીમાં જતા પહેલા પીએમ મોદીએ સંસદમાંથી જીતવાનો ટાર્ગેટ પણ ૩૭૦ રાખ્યો છે. પીએમ એ કહ્યું કે, આવનારી ચૂંટણીમાં ભાજપ ૩૭૦ સીટો જીતશે અને NDA ૪૦૦ થી વધુ સીટો જીતશે અને ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવશે. પીએમના આ ટાર્ગેટ બાદ ચર્ચાઓ શરૂ થઈ કે શું આ માત્ર ચૂંટણી સ્લોગન છે કે આ વખતે ભાજપ પાસે ખરેખર ૪૦૦ ને પાર કરવાની કોઈ બ્લુ પ્રિન્ટ છે?

તમને જણાવી દઈએ કે સોમવારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ‘આભાર પ્રસ્તાવ’ પર ચર્ચાનો જવાબ આપ્યો છે. પોતાના એક કલાક ૪૦ મિનિટના ભાષણમાં પીએમએ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને દેશમાં નબળા વિપક્ષ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી. રાષ્ટ્રપતિના સંબોધનમાં લઘુમતીઓ માટે કંઈ ન હોવાના પીએમ મોદીના દાવા પર તેમણે વિપક્ષને પણ પૂછ્યું કે તેઓ ક્યાં સુધી ભાગલા વિશે વિચારતા રહેશે? હું જોઉં છું કે ઘણા લોકોએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. મેં સાંભળ્યું છે કે ગયા વખતે પણ ઘણા લોકોએ પોતાની સીટ બદલી હતી અને આ વખતે પણ તેઓ પોતાની સીટ બદલવાની યોજના બનાવી રહ્યા છે. એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાના કારણે કોંગ્રેસની દુકાનને તાળા લાગી જવાના આરે છે.

૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૩૦૩ બેઠકો જીતી હતી. જ્યારે ભાજપના સાથી પક્ષોએ ૫૦ બેઠકો જીતી હતી. તેથી જ ૩૭૦ નો આંકડો નક્કી કરીને વધુ ૬૭ બેઠકો જીતવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપને આ બેઠકો ક્યાં અને કેવી રીતે મળશે? સવાલ એ પણ છે કે વડાપ્રધાને ભાજપ માટે ૩૭૦ બેઠકોની ગણતરી કેવી રીતે કરી? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *