બાબા સિદ્દીકીએ રાજીનામું આપ્યું: આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)ના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું..
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે તેમને ખુદ પોતાના X આઈડી પર લખ્યું કે, આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)ના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. મહત્વનું છે કે, બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી તેમની ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે જાણીતા છે. આ ઈફ્તાર પાર્ટીઓમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિતના સેલેબ્સ હાજરી આપે છે .
બાબા સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, હું યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને તે 48 વર્ષ સુધીની મહત્વપૂર્ણ યાત્રા રહી છે. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC) ના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. હું ઘણું બધું કહેવા માંગુ છું, પરંતુ જેમ કહેવામાં આવે છે તેમ કેટલીક વસ્તુઓ ન કહેવાયેલી છોડી દેવી વધુ સારી છે..આ પ્રવાસનો હિસ્સો બનેલા દરેકનો હું આભાર માનું છું.