૧૫ રાજ્યોની રાજ્યસભાની ૫૬ સીટ પર ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે.
૧૫ રાજ્યોની રાજ્યસભાની ૫૬ સીટ પર ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. ૧૫ ફેબ્રુઆરી સુધી નામાંકન દાખલ કરવામાં આવશે અને ૨૭ ફેબ્રુઆરીના રોજ મતદાન કરવામાં આવશે.
રાજ્યસભા સીટ
ઉત્તરપ્રદેશની ૧૦ સીટ, મહારાષ્ટ્રની ૬ સીટ, બિહારની ૬ સીટ, પશ્ચિમ બંગાળની ૫ સીટ, મધ્યપ્રદેશની ૫ સીટ, ગુજરાતની ૪ સીટ, કર્ણાટકની ૪ સીટ, આંધ્રપ્રદેશની ૩ સીટ, તેલંગાણાની ૩ સીટ, ઓડિશાની ૩ સીટ, રાજસ્થાનની ૩ સી, ઉત્તરાખંડની ૧ સીટ, છત્તીસગઢની ૧ સીટ, હરિયાણાની ૧ સીટ અને હિમાચલ પ્રદેશની ૧ સીટ પર ચૂંટણી થશે.
રાજ્યસભા ચૂંટણી માટે ગુરુવારે અધિસૂચના જાહેર થયા પછી ૮ ફેબ્રુઆરીથી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. મુખ્ય નિર્વાચન અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ૧૫ ફેબ્રુઆરી સુધી નામાંકન પત્ર ભરવામાં આવશે. નામાંકન પત્ર સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરે ૦૩:૦૦ સુધી ભરી શકાશે. ૧૬ ફેબ્રુઆરીના રોજ નામાંકન પત્રની સમીક્ષા થશે, ઉમેદવાર ૨૦ ફેબ્રુઆરી સુધી નામ પરત ખેંચી શકશે. ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી ૦૪:૦૦ વાગ્યા સુધી મતદાન થશે. સાંજે ૦૫:૦૦ વાગ્યાથી મતગણતરી થશે અને ૨૯ ફેબ્રુઆરી પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.