પૂર્વ સીએમ અશોક ચવ્હાણે રાજીનામું આપ્યાનાં અહેવાલ, ભાજપમાં જોડાશે તેવા સંકેત મળી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યાના સમાચાર મળી રહ્યાં છે. માહિતી અનુસાર કોંગ્રેસ વતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમણે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપી દીધો હોવાના અહેવાલ છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે.