સાતમી વાર UAE પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઘૂમર ડાન્સથી સ્વાગત, ખુદ પ્રેસિડન્ટ સામા આવ્યાં.
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રાના ભાગરુપે યુએઈ પહોંચ્યાં છે. અબુ ધાબી પહોંચ્યાં બાદ એરપોર્ટ પર તેમનું ઘૂમર ડાન્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેસિડન્ટ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અબુ ધાબીની મુલાકાત બાદ પીએમ મોદી બુધવારે કતારની રાજધાની દોહા જશે.
અબુધાબી એરપોર્ટ પર ઘૂમર ઘૂમર ગીતથી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પણ સ્વાગતથી અભિભૂત થયાં હતા.
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ૨૭ એકરમાં બનેલા મંદિરનું ઉદ્ધાટન કરશે.
