અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં ૬૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો તો નિફ્ટી ૨૧,૬૦૦ થી નીચે ગબડ્યો હતો.
આજે શેરબજારની શરૂઆત સારી રહી નહતી. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના શેરમાં ભારે ઘટાડો થયો હતો તો તેણી સાથે સેન્સેક્સના શેર પણ લાલ નિશાની પર દેખાઈ રહ્યા હતા.
અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવ મળી રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEના ૩૦ શેરવાળા સેન્સેક્સમાં ૬૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEનો નિફ્ટી પણ ૨૧,૬૦૦થી નીચે ગબડ્યો હતો.
RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર કડક વલણ અપનાવ્યું એ બાદ પેટીએમ શેરની ખરાબ હાલત થઈ ગઈ છે. ગઇકાલે પેટીએમ શેરમાં ૮ % નો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે બજાર ખૂલતાની સાથે જ ૯ % શેર તૂટયો હતો.
અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા મુજબ આવ્યા નથી અને આ કારણે અમેરિકન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાની અસર ભારત સહિત એશિયન બજારો પર જોવા મળી રહી છે.