આજે ભાજપમાં જોડાય તેવી શક્યતા
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. તેમણે આજે રાજીનામું આપી દીધું હતું. હવે તે પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
વિભાકર શાસ્ત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. વિભાકરે તેમાં લખ્યું કે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી હું રાજીનામું આપી રહ્યો છું. તેઓ આજે બપોરે જ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતા છે.