NSEએ ૧૫ ફેબ્રુઆરીએ જાહેર કરેલા એક સરક્યુલરમાં કહ્યું છે કે,’એક્સચેન્જ ૨ માર્ચના રોજ શનિવારે પ્રાઈમરી સાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા ડે સ્વિચ સાતે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ કરી રહ્યું છે. આ ટ્રેડિંગ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં થશે.’

૨૦ જાન્યુઆરીના રોજ શનિવારે શૅર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું. હવે આગામી મહિને ફરી એકવાર શૅર માર્કેટ શનિવારે ચાલુ રહેવાનું છે. શૅર માર્કેટમાં રોકાણ કરનાર લોકો ૨ માર્ચના રોજ એટલે કે માર્ચ મહિનાના પહેલા શનિવારે માર્કેટમાં ટ્રેડિંગ કરી શક્શે. NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ૨ માર્ચે ખાસ લાઈવ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન દરમિયાન ઈન્ટ્રા ડેમાં કામકાજને ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર લઈ જવામાં આવશે. જો ક્યારેક કોઈ મુશ્કેલી આવે, કે જેને લીધે શૅર બજારના કામને અસર થાય છે, તેવી પરિસ્થિતિમાં શું કરવું, તેની તૈયારીના ભાગરૂપે આ સેશનનું આયોજન કરાઈ રહ્યું છે.
ડિઝાસ્ટર રિકવરી સાઈટ