અમદાવાદના કૃષ્ણનગર ડેપોમાંથી એસટી બસ જ ચોરાઈ

બસ પછી દહેગામથી મળી આવી, માનસિક અસ્થિર યુવક લઈને ભાગી ગયો હતો.

અમદાવાદ વાહનચોરી એક અજીબ ઘટના ઘટી છે, જેમાં આખી એસટી બસ ચોરાઈ ગઈ છે. શહેરના કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા એસટી વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બે કલાક સુધી ભારે શોધખોળ બાદ આ બસ દહેગામથી મળી આવી હતી. પોલીસ તપાસ જાણવામાં મળ્યું કે, બસ લઈને ભાગેલો યુવક માનસિક અસ્થિર છે. પોલીસ આ યુવકની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે. જો કે, આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષાની પોલ ખોલી નાખી છે. બસ જેવું આટલું મોટું વાહન ચોરાઈ જાય એનાથી મોટી શરમજનક વાત બીજી કઈ હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *