દંગલ ફિલ્મની અભિનેત્રી સુહાની ભટનાગરનું ૧૯ વર્ષની વયમાં જ નિધન

સુહાની ભટનાગરનું નિધન, દંગલ ફિલ્મમાં અમિર ખાનની પુત્રીનો રોલ કરી ફેમશ થઈ હતી, એક અકસ્માત બાદ દવાઓની આડઅસર થતા શરૂરમાં પાણી ભરાઈ જતા મોત થયું.

દંગલ ફિલ્મની અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયમાં જ નિધન, એવું શું થયું તેની સાથે?

સુહાની ભટનાગરનું નિધન : ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની પુત્રીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું ૧૯ વર્ષની વયે નિધન થયું છે. સુહાનીએ ‘દંગલ’માં બબીતા ​​ફોગટનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું, એટલે કે નાની બબીતા. સુહાની ભટનાગરનું ૧૭ ફેબ્રુઆરીએ અવસાન થયું.

૧૯ વર્ષિય સુહાની ભટનાગરને શું થયું હતુ?

રિપોર્ટ્સ અનુસાર, દવાઓના રિએક્શનને કારણે તેના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. થોડા મહિના પહેલા તેનો અકસ્માત થયો હતો, જેમાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર માટેની દવાઓને કારણે તેના શરીરમાં આડઅસર થઈ અને ધીમે ધીમે તેનું શરીર પાણીથી ભરાવા લાગ્યું. સુહાનીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર ક્યાં થશે

સુહાની ફરીદાબાદની રહેવાસી હતી, તેના અંતિમ સંસ્કાર ફરીદાબાદના સેક્ટર-15 સ્થિત અજરુંડા રો સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સુહાનીનો પરિવાર ખરાબ હાલતમાં છે અને રડી રહ્યો છે. મનોરંજન જગતના લોકો પણ આ સમાચારથી ચોંકી ગયા છે.

સુહાની દંગલ ફિલ્મમાં અમિરખાનની દીકરીના રોલમાં જોવા મળી હતી

વર્ષ ૨૦૧૬ માં આમિર ખાન સ્ટારર ‘દંગલ’માં સુહાની જુનિયર આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. તેણીને નાની બબીતાના રોલમાં બતાવવામાં આવી હતી અને તેની એક્ટિંગ અને માસૂમિયતને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાદ તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *