મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમારી પાર્ટી દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર, I.N.D.I.A. ને લોકસભા પહેલાં મોટો ફટકો, જમ્મુ-કાશ્મીરની વધુ એક પાર્ટીએ ઉમેદવારો ઉતારવાની કરી જાહેરાત.
![]() |
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ I.N.D.I.A. ગઠબંધન મજબૂત થવાની જગ્યાએ વેરવિખેર થતું દેખાઈ રહ્યું છે. હવે જમ્મુ-કાશ્મીરમાંથી I.N.D.I.A. ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (NC) બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે. અગાઉ ફારુક અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની એનસીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
પીડીપીની લોકસભા ચૂંટણીની તૈયારીઓઆ આકલન માટે કાશ્મીરમાં આયોજિત બેઠક બાદ પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમારી પાર્ટી દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટૂંક સમયમાં રાજ્યમાં લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. મોહમ્મદ સરતાજ મદનીના નેતૃત્વમાં પાર્ટી સંસદીય બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપશે.