૧૫ વર્ષ પછી ગ્રીકના કોઈ મોટા નેતા રાજ્ય અથવા સરકારના વડાના સ્તરે ભારતમાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નવી દિલ્હીમાં ગ્રીકના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. મિત્સોટાકિસ ભારતની ૪ દિવસની મુલાકાતે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સત્તા ધરાવતું વેપારી પ્રતિનિધિમંડળ પણ છે.
મિત્સોટાકિસ ૯ મા રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથિ અને વક્તા હશે. રાયસીના સંવાદ આજથી ૨૩ ફેબ્રુઆરી સુધી નવી દિલ્હીમાં ચાલશે. ગ્રીક રાષ્ટ્રપતિ એથેન્સ જતા પહેલા મુંબઈની પણ મુલાકાત લેશે. મિત્સોટાકીસનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદી તેમના સન્માનમાં લંચનું પણ આયોજન કરશે.
૧૫ વર્ષ પછી ગ્રીકના કોઈ મોટા નેતા રાજ્ય અથવા સરકારના વડાના સ્તરે ભારતમાં આવ્યા છે. અગાઉ ગ્રીસના પ્રધાનમંત્રી ૨૦૦૮ માં ભારતની મુલાકાતે આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ગયા વર્ષે ઓગસ્ટમાં પેએમ મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન ભારત-ગ્રીસ સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચ્યા હતા.
બંને દેશો વચ્ચેના સંબંધો સહિયારા સાંસ્કૃતિક મૂલ્યો, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની સ્પર્ધા, સુરક્ષા અને સંરક્ષણ, શિપિંગ અને દરિયાઈ ક્ષેત્રોમાં સહકાર અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સંકલન પર આધારિત છે.
બંને દેશો વિવિધ બહુપક્ષીય મંચોમાં ગાઢ સહયોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મિત્સોટાકિસની મુલાકાત ભારત અને ગ્રીસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત બનાવે તેવી શક્યતા છે.