૨૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા નેશનલ એસેમ્બલીના સત્રમાં માત્ર ૧૩૩ સભ્યોના સમર્થન સાથે ગઠબંધન જ સરકાર બનાવી શકશે.
પાકિસ્તાનમાં ચૂંટણીના ૧૨ દિવસ બાદ પણ નવી સરકાર બનાવવા અંગે અસમંજસ પ્રવર્તી રહી છે. હાલમાં કોઈ રાજકીય પક્ષ કોઈપણ રીતે સરકાર બનાવતો જોવા નથી મળી રહ્યો. પાકિસ્તાનમાં નવાઝ શરીફની પાર્ટી PML-N અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટી PPP વચ્ચે સત્તાની વહેંચણી પર વાતચીત થઈ રહી નથી. બંને પક્ષો વચ્ચે 5 રાઉન્ડની વાટાઘાટો બાદ પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર બંને પક્ષો સહમત થઈ શક્યા નથી.
આ દરમિયાન, ઈમરાન ખાનની પાર્ટી PTI અને અન્ય કેટલીક પાર્ટીઓ દ્વારા પણ હેરાફેરીના આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન ચાલુ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ચૂંટણી ધાંધલ ધમાલ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે. સોમવારે રાત્રે બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ૩ કલાક સુધી ચાલેલી વાતચીતમાં કેટલાક મુદ્દાઓ પર મતભેદો જોવા મળ્યા હતા.
મોડી રાત્રે, PML-Nએ બેઠક સમાપ્ત કરવાની જાહેરાત કરી અને કહ્યું કે, PPP સાથે વાતચીત માટે આગામી બેઠક બુધવારે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PPP નેતા બિલાવલે ખૂબ જ ચતુરાઈથી વાતના મુદ્દા નક્કી કર્યા છે. તેમનો પ્રયાસ છે કે બંને પક્ષોની ગઠબંધન સરકાર ન બને અને તેના માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ને શરમ આવે અને આખરે તે સરકાર બનાવવાનો ઇનકાર કરે.
આ પછી બિલાવલ સરકાર બનાવવાનો દાવો કરીને ઈમરાન ખાન સમર્થક સાંસદો અને અન્ય પક્ષોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. પરંતુ બિલાવલની યોજનાનો અમલ એટલો સરળ નથી, કારણ કે પાકિસ્તાનમાં સત્તાનો માર્ગ નક્કી કરનારી સેના ઈમરાનને સત્તામાં જોવા માંગતી નથી. 29 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા નેશનલ એસેમ્બલીના સત્રમાં માત્ર ૧૩૩ સભ્યોના સમર્થન સાથે ગઠબંધન જ સરકાર બનાવી શકશે.
હાલમાં સૌથી મોટી પાર્ટી તરીકે PML-N સરકાર બનાવવાના દાવા સાથે સૌથી આગળ છે અને તેણે શેહબાઝ શરીફને પ્રધાનનંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે અપક્ષ સાંસદોની સંખ્યાના આધારે ઈમરાનની પાર્ટી PTI નેશનલ એસેમ્બલીમાં સભ્યોનું સૌથી મોટું જૂથ છે. હાલમાં તેમણે વિપક્ષમાં બેસવાની જાહેરાત કરી છે.