આજનો ઇતિહાસ ૨૨ ફેબ્રુઆરી

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની કસ્તુર બાની આજે પુણ્યતિથિ છે. પોરબંદરમાં ૧૧ એપ્રિલ, ૧૮૬૯ ના રોજ જન્મેલા કસ્તુર બાનું અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ માં પુના ખાતે થયું હતું. તેમને ‘બા’ તરીકે સંબોધવામાં આવતા હતા.

મહત્વપૂર્ણ ઘટનાઓની વાત કરીયે તો વર્ષ ૧૯૦૭ માં લંડનમાં મીટરવાળી પહેલી કેબ ટેક્સીની શરૂઆત થઇ હતી.

ભારતના સ્વતંત્રતા સેનાની યતીન્દ્ર મોહન સેનગુપ્તા, સ્વામી સહજાનંદ સરસ્વતી અને ગુજરાતના પ્રખ્યાત નેતા ઇન્દુલાલ યાજ્ઞિકની આજે જન્મજયંતિ છે.

૨૨ ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1495 – ફ્રેન્ચ રાજા ચાર્લ્સ આઠમાની આગેવાની હેઠળની સેના નેપલ્સ, ઇટાલી પહોંચી.
  • 1775 – યુરોપિયન દેશ પોલેન્ડની રાજધાની વોર્સોની બહારના વિસ્તારમાંથી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.
  • 1784 – અમેરિકાનું પ્રથમ વેપારી જહાજ ચીન સાથેના વેપાર માટે ન્યૂયોર્કથી રવાના થયું.
  • 1845 – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સેરામપુર અને બાલાસોર ખરીદ્યું.
  • 1907 – લંડનમાં મીટરવાળી પહેલી ટેક્સી કેબની શરૂઆત થઈ.
  • 1935 – અમેરિકાના વ્હાઇટ હાઉસ ઉપરથી વિમાનની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • 1942 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફિલિપાઇન્સમાં આદિવાસીઓએ મોટી સંખ્યામાં જાપાની સૈનિકોનો સંહાર કર્યો.
  • 1974 – પાકિસ્તાને બાંગ્લાદેશને માન્યતા આપી.
  • 1979 – સેન્ટ લુસિયાના કેરેબિયન ટાપુને બ્રિટનથી આઝાદી મળી.
  • 1980 – અફઘાનિસ્તાનમાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો.
  • 1989 – અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જવા રવાના થયા.
  • 1996 – વૈજ્ઞાનિકોએ જર્મનીની એક સંશોધન કેન્દ્રમાં 112મું તત્વ શોધી કાઢ્યું હતું.
  • 1998 – જાપાનના નગાનો શહેરમાં અઢારમી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની પૂર્ણાહુતિ.
  • 1999 – ભારતના જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ ભગવતીની કોલંબિયા યુનિવર્સિટીમાં ભારતીય રાજકીય અર્થતંત્ર કેન્દ્રના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
  • 2005 – ઈરાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 400થી વધુ લોકોના મોત થયા છે.
  • 2006 – જાપાને ભારતમાંથી માંસ અને ઇંડા સહિત તમામ પોલિટ્રી પેદાશોની આયાત પર પ્રતિબંધ મૂક્યો.
  • 2007 – બ્રિટિશ સંસદમાં થેચરની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.
  • 2011 – ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતાના ભૂકંપમાં 181 લોકોના મોત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *