IPL ૨૦૨૪નું ૧૫ દિવસનું શેડ્યુલ જાહેર

ચેન્નઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ IPL સિઝનની પ્રથમ મેચ રમશે.

IPLની ૧૭ મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ૨૧ મેચોનું શેડ્યૂલ જ જાહેર કરવામાં આવ્યું છે. IPL ૨૦૨૪ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ૨૨ માર્ચના રોજ રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હાલ સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોનું જ શેડ્યુલ જાહેર કરાયું છે, બાકીની મેચો લોકસભા ચૂંટણી પછી જાહેર કરાશે.  

ચેન્નઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ IPL સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ ચેન્નઈની ટીમ ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૩માં ઉદ્ઘાટન મેચ રમી ચૂકી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. WPLની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ IPL માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *