ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડો પાડવામાં આવતા હેરોઇન ડ્રગ્સનો કુલ રૂપિયા ૩૫૦ કરોડના ૫૦ કિલોના સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી એક બોટમાંથી ૫૦ કિલોનું સિલબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગેથી ફિશિંગ બોટમાં આ નશીલો જથ્થો આવી રહ્યો આવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા ૩૫૦ કરોડના ૫૦ કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત ૯ આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.
મધરાતથી તપાસનો ધમધમાટ
FSL સહિત ગીર સોમનાથ SOG અને LCB સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મધ્ય રાત્રે બાતમીને આધારે પોલીસે આ બોટને ઝડપી પાડીને નશીલો જથ્થો કબજે કર્યો છે.