આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે,જે દેશમાં ૨૪ ફેબ્રુઆરી, ૧૯૪૪ ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે.
વર્ષ ૧૮૨૨ માં આજના દિવસે અમદાવાદના કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું, જે સ્વામીનારાયણ સંપ્રદાયનું દુનિયાનું પ્રથમ મંદિર છે.
વર્ષ ૨૦૦૮ માં મુંબઈની શગુન સારાભાઈએ જોહાનિસબર્ગમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીત્યો હતો.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિની વાત કરીયે તો આજે તમિલનાડુના સ્વર્ગીય મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પક્ષના લોકપ્રિય નેતા જયલલિતાનો વર્ષ ૧૯૪૮ માં તેમજ પ્રખ્યાત અરબ પ્રવાસ અને વિદ્વાન- લેખક ઇબન બતૂતાનો વર્ષ ૧૩૦૪ માં જન્મ થયો હતો.
આજે હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી, ફિલ્મ કલાકાર લલિતા પવાર અને હૈદારબાદના અંતિમ નિઝામ ઉસ્માન અલીનું અવસાન થયુ હતું.
૨૪ ફેબ્રુઆરી સેન્ટ્રલ એક્સાઇઝ ડે
ભારતમાં દર વર્ષે 24 ફેબ્રુઆરીને સેન્ટ્રલ એક્સાઇઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અર્થતંત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના યોગદાનને સન્માનવાનો છે. આ ઉપરાંત સંસ્થાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મહેનતને સન્માનિત કરવા માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વર્ષ 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે.
૨૪ ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1739 – કરનાલના યુદ્ધમાં તુર્કના નાદિરશાહે મુઘલ સમ્રાટ આલમની ભારતીય સેનાને હરાવી.
- 1821 – મેક્સિકો એ સ્પેન પાસેથી આઝાદી મેળવી.
- 1822 – અમદાવાદમાં દુનિયાના પ્રથમ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું.
- 1882 – આજના દિવસે ચેપી રોગ ટીબીની ઓળખ કરવામાં આવી હતી.
- 1894 – નિકારાગુઆ એ હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પા પર કબજો કર્યો.
- 1895 – ક્યુબામાં આઝાદીની લડાઈ શરૂ થઈ.
- 1976 – આર્જેન્ટિનામાં સેનાના પ્રમુખો દ્વારા બળજબરીથી સત્તા પર કબજો, રાષ્ટ્રપતિ શ્રીમતી પેરેનની ધરપકડ કરવામાં આવી અને સંસદ ભંગ કરવામાં આવી.
- 2001 – પાકિસ્તાન ભારત સાથે પરમાણુ નિવારણની માટે મંત્રણા કરવા માટે તૈયાર.
- 2003 – ચીનના જિજિયાંગ પ્રાંતમાં ભયંકર ભૂકંપને કારણે 257 લોકો મૃત્યુ પામ્યા હતા.
- 2004 – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મિખાઇલ કાસ્યાનોવને તેમના પદ પરથી હટાવ્યા.
- 2006 – ફિલિપાઇન્સમાં સત્તાપલટના પ્રયાસ બાદ કટોકટી લાગુ કરવામાં આવી.
- 2008 – મુંબઈની શગુન સારાભાઈએ જોહાનિસબર્ગમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીત્યો.
- 2013 – રાઉલ કાસ્ટ્રો બીજા કાર્યકાળ માટે ક્યુબાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.