હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે

ગુજરાતમાં હાલ રાજ્યમાં વરસાદની આગાહી પણ નથી. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં અનેક ભાગોમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાવા પામ્યો છે.

૨૪ કલાકમાં ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે તાપમાન વધે તેવી શક્યતા છે. આ સમગ્ર મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ ૩ દિવસ તાપમાન યથાવત રહેશે. જ્યારે ૩ દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. ત્યારે હાલ ૨૪ કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનો ફૂંકાતા ઘટાડો આવ્યો છે. જે પવનની દિશા ૩ દિવસ બાદ પૂર્વનાં પવનો ફૂંકાશે. જેનાં કારણે તાપમાન વધશે.  બે દિવસ સુધી લોકોને ઠંડીનો અહેસાસ થશે. તો બપોરે ગરમીનો પણ અનુભવ લોકો કરી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હતી કે, આગામી ૪૮ કલાક ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. ત્યારે ગુજરાત પર આવતા પૂર્વ તરફનાં પવનોનાં કારણે તપામાનમાં વધારો થશે. ત્યારે આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી બરફવર્ષને લઈ અનેક રસ્તાઓ બ્લોક છે. જમ્મુથી લઈ પૂંછ અને ગુલમર્ગ સુધી ભારે બરફવર્ષાને લઈ પરિવહન સેવા પ્રભાવિત છે. પૂંછનો મુગલ રોડ ભારે બરફવર્ષાને બાદ પરિવહન માટે બંધ કરાયો હતો. બરફવર્ષા બાદ તંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પૂંછને સમગ્ર જમ્મુ-કાશ્મીર સાથે જોડતા મહત્વનાં માર્ગ એવા મુગલ રોડ પર ૧ થી ૨ ફૂટ બરફ જામી જતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *