ન્યુયોર્કની હડસન હાઈલાઈન જેવું બનશે અમદાવાદનું રેલવે સ્ટેશન

ત્રણ લાખ મુસાફરોને ધ્યાને રાખીને સ્ટેશનની ડિઝાઈન નક્કી કરવામાં આવી, ૧૬ માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે.

કાલુપુર રેલ્વે સ્ટેશન પુન વિકાસ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર આ જ સ્ટેશનને ૪,૦૦૦ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. આ સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હડસન હાઇલાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે. સ્ટેશન પર બુલેટ ટ્રેન, મધ્યમાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અને જમીનમાં મેટ્રોટેન હશે. આગામી 26મી તારીખે વડાપ્રધાન મોદીની લીલીઝંડી મળ્યા બાદ પહેલા ફેઝની કામગીરી શરુ કરવામાં આવશે. અત્યારનું કાલુપુર રેલવે સ્ટેશન સંપૂર્ણ ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે.

નવા સ્ટેશનમાં ટ્રેકની સંખ્યા વધારવામાં આવશે

કાલુપુર સ્ટેશન પર હાલમાં દરરોજ ૧.૫ લાખ મુસાફરોની અવર જવર છે. આગામી સમયમાં ત્રણ લાખ મુસાફરોને ધ્યાને રાખીને સ્ટેશનની ડિઝાઈન નક્કી કરવામાં આવી છે. નવા સ્ટેશનની આ આખો પ્રોજેક્ટ એરીયા ૩૫ એકરનો છે. હાલ જે સ્ટેશન છે તે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. નવા સ્ટેશનમાં એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે.  સ્ટેશન પર બુલેટ ટ્રેન, મધ્યમાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અને જમીનમાં મેટ્રોટેન હશે. નવા સ્ટેશનમાં ટ્રેકની સંખ્યા વધારવામાં આવશે. પહેલા ફેઝ માટે રૂપિયા ૨,૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *