સાંસદ રિતેશ પાંડે ભાજપમાં જોડાયા.

ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ રિતેશ પાંડે ભાજપમાં જોડાયા છે. યુપીના નાયબ સીએમ બ્રિજેશ પાઠક અને અન્ય ભાજપ નેતાની હાજરીમાં રિતેશ પાંડે કેસરીય ધારણ કર્યો છે. નોંધનિય છે કે, આજે સવારે જ રિતેશ પાંડે બસપામાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરથી લોકસભા સાંસદ છે.