ગુજરાત સરકારનો કર્મચારીઓના હિતમાં માટો નિર્ણય, જુલાઈ-૨૦૨૩થી ૪ % મોંઘવારી ભથ્થામાં વધારો, ૮ માસનો તફાવત એરિયર્સ ૩ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે.

ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે કર્મચારીઓને જુલાઈ-૨૦૨૩ થી ૪ % મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, વધારાનો ૮ માસનો તફાવત એરિયર્સ ૩ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. LTC માટે ૧૦ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર 7મા પગારપંચ પ્રમાણે થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હતી
ત્રણ હપ્તામાં ચુકવાશે
અત્રે જણાવીએ કે, ૧ જુલાઈ ૨૦૨૩થી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવાતા પગાર સાથે આપવામાં આવશે. એટલે કે જુલાઈ-૨૦૨૩થી સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીની તફાવત રકમ માર્ચ-૨૦૨૪માં અને ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૩ની એરિયર્સની રકમ એપ્રિલ-૨૦૨૪માં, જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-૨૦૨૪ના પગાર સાથે કર્મચારીઓને આપવામાં આવશે