દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ધર્યું રાજીનામું

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું હવે કોંગ્રેસમાંથી પણ આપશે રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ.

ગુજરાત કોંગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે. ત્યારે ફરી એક કોંગ્રેસના ધારાસભ્યએ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસના તમામ હોદ્દોઓ તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપશે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં એક બાદ એક નેતાના રાજીનામાં રૂપી ઝટકા મળી રહ્યાં છે.

કારણો !
કે સી વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજગી
વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા
વિધાનસભા ચૂંટણી પછી મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા 
આ બાબતે રાષ્ટ્રીય નેતૃત્વએ પક્ષમાં નિષ્ક્રિયાતા અંગે કારણ પુછ્યું હતું
જગદીશ ઠાકોર બાદ પ્રદેશ પ્રમુખ નક્કી થયા ત્યારે વિશ્વાસમાં ના લેવાયા
રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણય સામે નારાજરી હતી 
શક્તિસિંહ ગોહિલ જૂના મિત્રો હોવા છતાં કેટલાંક મુદ્દે બંને વચ્ચે અસહમતી હતી 
ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતા નારાજગી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *