દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા જેફ બેઝોસ

ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે લાંબા સમયથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન મેળવ્યુ હતુ. જોકે હવે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા નથી. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ આ ધનવાનોની લિસ્ટમાં પહેલા સ્થાને આવી ગયા છે અને તેમણે ઈલોન મસ્કને બીજા સ્થાન પર ધકેલી દીધા છે.  

જેફ બેઝોસ બન્યા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પાસે અત્યારે ૨૦૦ અબજ ડોલરની સંપત્તિ છે અને આ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનવાન બિઝનેસમેન અને ધનવાન વ્યક્તિ બની ગયા છે. જોકે જેફ બેઝોસની સંપત્તિમાં પણ ૫૦૦ મિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે પરંતુ તેમની કુલ નેટવર્થ ૨૦૦ બિલિયન ડોલર પર છે જે ઈલોન મસ્કની કુલ સંપત્તિ કરતા વધુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં જેફ બેઝોસે પોતાની સંપત્તિ ૨૩.૪ બિલિયન ડોલર વધારી દીધી છે જ્યારે ઈલોન મસ્કની નેટવર્થ આ વર્ષે ૩૧.૩ બિલિયન ડોલર ઘટી છે.

ઈલોન મસ્કનું પાછળ થવાનું કારણ શું?

ગ્લોબલ બજારોમાં ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે અને જેના કારણે ઈલોન મસ્કની નેટવર્થમાં કુલ ૧૭.૬ બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. ટેસ્લાના શેરોની કુલ મૂડી ઘટવાના કારણે ઈલોન મસ્કની નેટવર્થ ઘટીને ૨૦૦ બિલિયન ડોલરથી નીચે જઈ પહોંચી. અત્યારે ૧૯૮ બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે ઈલોન મસ્ક બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં બીજા સ્થાને પહોંચી ગયુ છે.

મુકેશ અંબાણી ટોપ ૧૦ માં પહોંચ્યાના નજીક-ગૌતમ અદાણી આ સ્થાને

ભારતના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ૧૧ માં સ્થાને છે અને ૧૧૫ બિલિયન ડોલર છે. મુકેશ અંબાણી આ વર્ષે અત્યાર સુધી ૧૮.૨ બિલિયન ડોલરની પોતાની નેટવર્થમાં જોડાઈ ચૂક્યા છે. ગૌતમ અદાણી આ લિસ્ટમાં ૧૨ માં નંબરે છે અને તેમની પાસે હાલ ૧૦૪ બિલિયન ડોલરની નેટવર્થ છે. આ વર્ષે ગૌતમ અદાણીએ પોતાની નેટવર્થમાં ૧૯.૨ બિલિયન ડોલરનો વધારો કર્યો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ટોપ ૧૦ ધનવાનોના નામ

ધનવાનોના નામ
કુલ સંપત્તિ
જેફ બેઝોસ  ૨૦૦ બિલિયન ડોલર
ઈલોન મસ્ક  ૧૯૮ બિલિયન ડોલર
બર્નાર્ડ આર્નોલ્ટ ૧૯૭ બિલિયન ડોલર
માર્ક ઝકરબર્ગ  ૧૭૯ બિલિયન ડોલર
બિલ ગેટ્સ ૧૫૦ બિલિયન ડોલર
સ્ટીવ બાલ્મર  ૪૩ બિલિયન ડોલર
વોરેન બફેટ  ૧૩૩ બિલિયન ડોલર
લેરી એલિસન ૧૨૯ બિલિયન ડોલર
લેરી પેજ  ૧૨૨ બિલિયન ડોલર
સેર્ગેઈ બ્રિન ૧૧૬ બિલિયન ડોલર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *