લોકસભાની ચૂંટણી અંગે ભાજપે પ્રચાર તેજ કર્યો છે. રાજ્યની ૨૬ માંથી ૨૬ બેઠક ૫ લાખથી વધુની લીડ સાથે જીતવાના લક્ષ્ય સાથે ભાજપે પ્રચારનું બ્યૂગલ ફૂંક્યું છે.
ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે લીલીઝંડી આપી વીડિયો વાનનું પ્રસ્થાન કરાવાયું હતું. વીડિયો વાન રાજ્યની ૨૬ લોકસભા બેઠક પર ફરશે અને ડોર ટુ ડોર મોદીની ગેરંટીને પહોંચાડશે. વીડિયો વાનમાં ડ્રોપ બોક્સની સુવિધા છે, જેમાં લોકો પોતાના મંતવ્યો આપી શકશે. આ અવસરે સી.આર.પાટીલ વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ અંગે પ્રેસ કોન્ફ્રન્સને સંબોધી હતી.