સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં નોકરીની સુવર્ણ તક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ૧૧૮ જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 

 નોકરીની રાહ જોઈને બેઠેલા યુવાનો માટે સારા સમાચાર આવી ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વિવિધ ગ્રુપ A, B, અને C જગ્યાઓ માટે કુલ ૧૧૮ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે. CBSE ના નોટિફિકેશન પ્રમાણે ઓન ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન દ્વારા આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે. સીબીએસઈએ આ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

CBSE ભરતી ૨૦૨૪ : મહત્વની માહિતી

સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
પોસ્ટ વિવિધ ગ્રૂપ A,B,C
કુલ જગ્યા ૧૧૮
અરજી કરવાની શરુઆતની તારીખ ૧૨ માર્ચ ૨૦૨૪
અરજી કરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૪
મુખ્ય વેબસાઇટ cbse.gov.in

કઈ કઈ પોસ્ટ માટે થશે ભરતી ?

CBSE ભરતી ૨૦૨૪ અંતર્ગત મદદનીશ સચિવ, એકાઉન્ટ્સ ઓફિસર, જુનિયર એન્જિનિયર, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, એકાઉન્ટન્ટ અને જુનિયર એકાઉન્ટન્ટનો સમાવેશ કરતી જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે.

cbse education, cbse syllabus, સીબીએસઈ માધ્યમિક શિક્ષણ, CBSE Secondary Education

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ભરતી અંગે પોસ્ટની વિગતે માહિતી

ગ્રૂપ પોસ્ટનું નામ કુલ જગ્યા
A આસિસ્ટન્ટ સેક્રેટરી (એડમિનિસ્ટ્રેશન) ૧૮
A આસિસ્ટન્ટ સેક્રેટરી (એકેડમિક) ૧૬
A આસિસ્ટન્ટ સેક્રેટરી (સ્કિલ એજ્યુકેશન) ૦૮
A આસિસ્ટન્ટ સેક્રેટરી (ટ્રેનિંગન) ૨૨
A અકાઉન્ટ્સ ઓફિસર ૦૩
B જુનયર એન્જિનિયર ૧૭
B જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર ૦૭
C એકાઉન્ટન્ટ ૦૭
C જુનિયર એકાઉન્ટન્ટ ૦૧

સીબીએસઈ ભરતીની મહત્વની તારીખો

લાયક ઉમેદવારો તેમની અરજીઓ ૧૨ માર્ચ, ૨૦૨૪ થી ૧૧ એપ્રિલ, ૨૦૨૪ સુધી મુખ્ય વેબસાઇટ cbse.gov.in પર સબમિટ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *