શાહરૂખ ખાને અનંત રાધિકાના પ્રી વેડિંગમાં રામ ચરણને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. તો કિંગ ખાને મજાકમાં રામ ચરણને જે રીતે બોલાવ્યો, તેનાથી એક્ટરના મેકઅપ આર્ટિસ્ટને ખુબ જ દુ:ખ થયું હતું.

જામનગર ખાતે ૧ થી ૩ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં સ્ટાર્સનો મેળાવડો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિરે રામ ચરણ અને જુનિયર એનટીઆરના ગીત ‘નાટુ-‘ પર ડાન્સ કર્યો હતો. હવે શાહરૂખ ખાન પર રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટે એક્ટરનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે. શાહરૂખ ખાને રામ ચરણને ઇડલી વડા તરીકે બોલાવ્યો હતો.

હકીકતમાં શાહરૂખ ખાને પોતે રામ ચરણને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ સમય દરમિયાન કિંગ ખાને મજાકમાં રામ ચરણને જે રીતે બોલાવ્યો, તેનાથી સાઉથ સુપરસ્ટારના મેકઅપ આર્ટિસ્ટને ઘણું દુઃખ થયું અને તે અધવચ્ચે જ ફંક્શનમાંથી નીકળી ગઈ હતી.