રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે. હવે આ જ કડીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પણ આ દિશામાં પ્રસ્તાવ મૂક્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વખતે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બંને સીટ પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્યાર બાદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની પરંપરાગત સીટ પર રાહુલ ગાંધીને હરાવ્યા હતા.
રાહુલ માટે સુરક્ષિત બેઠક તરીકે જોવામાં આવી રહી છે
આ વખતે પહેલેથી જ ચર્ચા હતી કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે. હવે આ જ કડીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પણ આ દિશામાં પ્રસ્તાવ મૂક્યો છે. એવી દલીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ વાયનાડથી જ ચૂંટણી લડવી જોઈએ. ગત વખતે પણ વાયનાડની જનતાએ કોંગ્રેસ નેતાને ઘણા વોટ આપ્યા હતા, તેમને મોટી જીત અપાવી હતી. આવી સ્થિતિમાં તેને રાહુલ માટે સુરક્ષિત બેઠક તરીકે જોવામાં આવી રહી છે.
ભાજપ મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે
હવે ભાજપ ચોક્કસ તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે. નેરેટિવ સેટ કરવામાં આવશે કે તે ડરીને અમેઠીથી ભાગી ગયા છે. સ્મૃતિ ઈરાનીએ તો થોડા દિવસ પહેલા જ રાહુલને ખુલ્લો પડકાર આપ્યો હતો, તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે ફક્ત અમેઠીને જ ચૂંટણી લડીને દેખાડવું જોઈએ. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે રાહુલ દક્ષિણ ભારતના વાયનાડથી ફરીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. એવા પણ રિપોર્ટ છે કે પ્રિયંકા ગાંધીને પણ દક્ષિણ ભારતની કોઈપણ સીટ પરથી ચૂંટણી લડવા માટે પણ કહી શકાય છે.
વાયનાડ સીટની વાત કરવાામં આવે તો આ મત વિસ્તારમાં આશરે ૫૦ % હિન્દુ વસ્તી અને ૨૮.૬૫ % મુસ્લિમ વસ્તી છે. કેરળમાં નિર્ણાયક મતો ગણાતા ખ્રિસ્તીઓ પણ વાયનાડમાં ૨૧ %ની આસપાસ છે. અહીંનું જાતિગત સમીકરણ પણ હાલ માટે રાહુલના રાજકારણને અનુકૂળ છે અને કોંગ્રેસ તેને સલામત બેઠક માને છે.