ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

બેંક ખાતાઓ પર કાર્યવાહી રોકની અરજી ITATએ ફગાવી.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (ITAT) તરફથી ઝટકો લાગ્યો છે. આઈટીએટીએ શુક્રવારે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીએ તેના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી પર સ્ટે માગ્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા અને આવકવેરા વિભાગે રૂપિયા ૨૧૦ કરોડની રિકવરી માગી છે. એટલે કે કોંગ્રેસે આ રકમ પેનલ્ટી તરીકે આવકવેરા વિભાગને ચૂકવવી પડશે. પાર્ટીએ આની સામે ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટીમાં અપીલ કરી હતી, પરંતુ આ અપીલ ફગાવી દીધી છે.

ITATને આદેશને ૧૦ દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી

ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટીના આદેશ પછી, કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક તંખાએ ITATને આદેશને ૧૦ દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી કરી જેથી તે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકે. તેમણે કહ્યું, “તમે સ્ટે અરજી ફગાવી દીધી હોવાથી, જેના પક્ષકારો માટે દૂરગામી પરિણામો આવશે. હું કોર્ટને વિનંતી કરી શકું છું કે તે આદેશને ૧૦ દિવસ માટે સ્થગિત રાખે જેથી હું હાઈકોર્ટમાં જઈ શકું?’ જો કે, ITATએ અરજી પર ધ્યાન આપવાનો ઈનકાર કરી દીધો હતો કે તેને આવા આદેશો પસાર કરવાનો કોઈ અધિકાર નથી.

આ સમગ્ર મામલો ૨૦૧૮-૨૦૧૯ ના આવકવેરા રિટર્ન સાથે સંબંધિત છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી દંડ તરીકે રૂપિયા ૨૧૦ કરોડની રિકવરીની માગ કરી છે. આ કાર્યવાહીના બે કારણો છે. પ્રથમ આવકવેરા વિભાગ દ્વારા ૩૧ મી ડિસેમ્બર ૨૦૧૯ ની નિર્ધારિત તારીખથી ૪૦-૪૫ દિવસ મોડું રિટર્ન સબમિટ કરવામાં આવ્યું હતું. બીજું કારણ એ છે કે ૨૦૧૮-૧૯ ચૂંટણીનું વર્ષ હતું. તે ચૂંટણી વર્ષમાં કોંગ્રેસે રૂપિયા ૧૯૯ કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી ૧૪ લાખ ૪૦ હજાર રૂપિયા કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોએ તેમના પગારના ભાગરૂપે જમા કરાવ્યા હતા. આ પૈસા રોકડમાં જમા કરાવ્યા હતા. આવકવેરા વિભાગે રોકડમાં પૈસા મળવાના કારણે કોંગ્રેસ પર ૨૧૦ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *