મિસ વર્લ્ડ ૨૦૨૪ : ભારતનું સપનું તૂટ્યું

મિસ વર્લ્ડ ૨૦૨૨ ખિતાબ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવા એ તો લેબનોનની યાસ્મિના ફર્સ્ટ રનર અપ બની છે. ભારતની સિની શેટ્ટીનું સપનું ચકનાચૂર થઈ ગયું.

Miss World 2024 | મિસ વર્લ્ડ 2024 : ભારતનું સપનું તૂટ્યું, ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાને મળ્યો તાજ

મિસ વર્લ્ડ ૨૦૨૪ : ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ભારતની સિની શેટ્ટીનું સપનું ચકનાચૂર થઈ ગયું છે અને તેની સાથે કરોડો ભારતીયો પણ નિરાશ થયા છે. સિની શેટ્ટીએ ટોપ ૮ માં જગ્યા બનાવી લીધી હતી, બધા માની રહ્યા હતા કે, આ વખતે ટાઈટલ ભારતને મળવાનું છે, પરંતુ જ્યારે ટોપ ૪ ની જાહેરાત થઈ ત્યારે, સિની પાછળ રહી ગઈ અને ટાઈટલ જીતી શકી નહીં.

હવે ક્રિસ્ટિનાએ આ ખિતાબ જીતી લીધો છે, જ્યારે લેબનોનની યાસ્મિના ફર્સ્ટ રનર અપ બની છે. તે જીતવાની રેસમાં પણ આગળ હતી અને ક્રિસ્ટીનાએ તેની તરફથી સૌથી મુશ્કેલ સ્પર્ધાનો સામનો કર્યો હતો.

પરંતુ અંતે જ્યુરીએ ક્રિસ્ટીનાની તરફેણમાં ચુકાદો આપ્યો અને ચેક રિપબ્લિક મોડેલે ઈતિહાસ રચ્યો. બાય ધ વે, ગત વખતે પણ મિસ વર્લ્ડ ટાઈટલ ભારત આવવાનું ચૂકી ગઈ હતી. પછી પોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ તે તાજ પહેર્યો.

આ વખતની મિસ વર્લ્ડમાં કુલ ૧૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઘણા રાઉન્ડ હતા, ઘણા મુશ્કેલ પ્રશ્નો હતા, ઘણા પડકારો પાર કરવા પડ્યા હતા, પરંતુ અંતે ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાએ પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું અને મિસ વર્લ્ડનો તાજ પણ તેની સાથે ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *