પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષા શરુ

૧૧ માર્ચ ૨૦૨૪: લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષોની પરીક્ષા તો થનારી છે ત્યારે ગુજરાતમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આજથી શરુ થઈ રહી છે.

આજે ૧૧ માર્ચ ૨૦૨૪, સોમવાર છે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આશરે ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. તો લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે ત્યારે ભાજપ પણ આજે સાંજે પોતાના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી શકે છે. ઉલ્લેખનીય છે કે ૧૦ માર્ચે યોજાનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. હવે આ બેઠક સોમવારે ૧૧ મી માર્ચે સાંજે ૦૬:૦૦ કલાકે યોજાશે.

આજે ગુજરાત બોર્ડની પરીક્ષા, ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

ગુજરાત બોર્ડ દ્વારા દર વર્ષે લેવાતી બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષા આજથી શરુ થઈ છે. આ પરીક્ષામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના કુલ ૧૫ લાખથી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે.

ભાજપની બીજી યાદી આજે સાંજે જાહેર થશે

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ત્યારબાદ અન્ય રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોને મેદાનામાં ઉતાર્યા છે. આજે ૧૧ માર્ચે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. ત્યારબાદ ભાજપ પોતાની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *