ઓસ્કાર ૨૦૨૪ના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બિલી ઈલિશ તેના પિતરાઈ ભાઈ ફિનાસ સાથે ‘બાર્બી’ના મૂળ ગીત ‘વોટ વોઝ આઈ મેડ ફોર’ માટે એવોર્ડ મેળવતી જોવા મળે છે. બિલી ઈલિશ ઓસ્કરમાં એક ઇતિહાસ રચી દીધો છે.

મોસ્ટ પોપ્યુલર સિંગર બિલી ઈલિશે ઓસ્કાર ૨૦૨૪ માં ‘બાર્બી’ના ‘વોટ વોઝ આઈ મેડ ફોર’ માટે ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. ૨૨ વર્ષીય Billie Eilish ઓસ્કાર ૨૦૨૪ માં બીજી વખત ઓસ્કાર જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. તેણે એકેડેમી એવોર્ડનો ૮૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

બિલી ઈલિશે ઓસ્કારમાં આ રેકોર્ડ તોડ્યો
બિલી ઈલિશે ઓસ્કાર ૨૦૨૪ માં ૨૨ વર્ષની ઉંમરે બીજી વખત ઓસ્કાર જીતીને ૮૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે બિલી ઈલિશ એવોર્ડ લેવા સ્ટેજ પર આવી ત્યારે તે ભાવુક થઈ ગઇ હતી. બિલીએ ભાવુક થઈને કહ્યું કે, ‘હું ખૂબ જ નસીબદાર છું અને મારી મહેનતનું આટલું સારું પરિણામ મળતાં હું ખૂબ જ ખુશ છું.’ બિલી એલિશે વધુમાં કહ્યું, ‘મને આટલો પ્રેમ આપવા બદલ અને ફિલ્મ ‘બાર્બી’ના ગીતને ખૂબ પસંદ કરવા બદલ આપ સૌનો આભાર.’
ઓસ્કાર ૨૦૨૪ ના ઘણા વીડિયો અને ફોટા વાયરલ
ઓસ્કાર ૨૦૨૪ ના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બિલી ઈલિશ તેના પિતરાઈ ભાઈ ફિનાસ સાથે ‘બાર્બી’ના મૂળ ગીત ‘વોટ વોઝ આઈ મેડ ફોર’ માટે એવોર્ડ મેળવતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બિલી ઈલિશને આ પહેલા ડેનિયલ ક્રેગ અભિનીત ફિલ્મ ‘જેમ્સ બોન્ડ’માં ‘નો ટાઈમ ટુ ડાઈ’ માટે ૨૦૨૧ માં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર મળ્યો હતો.