ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા ૪૮૦ કરોડ છે. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ ૩૫૦ કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.
બાતમીને આધારે એટીએસ,કોસ્ટ ગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાન તરફથી આ ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. એટીએસની ટીમ ઝપાયેલા તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લાવવાની તૈયારી હાથ ધરી છે.