બોલિવૂડના પ્રખ્યાત પ્રોડ્યુસર ધીરજલાલ શાહનું છેલ્લા ઘણા સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.તેઓએ અજય દેવગણ, સની દેઓલ, અક્ષય કુમાર જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

બોલિવુડમાંથી એક દુ:ખદ સામાચાર સામે આવ્યાં છે. પ્રખ્યાત પ્રોડ્યુસર ધીરજલાલ શાહે દુનિયાને અલવિદા કહી દીધુ છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ધીરજ લાલ શાહે સની દેઓલની ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ બનાવી હતી. આ ઉપરાંત તેમણે અક્ષય કુમારની ‘ખિલાડી’ ફ્રેન્ચાઈઝી અને અજય દેવગણની ‘વિજયપથ’નું પણ નિર્માણ કર્યું હતું.