દર વર્ષે ધૂમ્રપાનની અસરો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ચના બીજા બુધવારે નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે ૧૩ માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે.

આપણે સિગારેટની હાનિકારક અસરોથી વાકેફ છીએ. સ્મોકિંગની હેલ્થ પર ખૂબ જ ઊંડી અસર પડે છે. ધુમ્રપાનની આદતને કારણે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. દર વર્ષે ધૂમ્રપાનની અસરો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ચના બીજા બુધવારે નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે ૧૩ માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે.આ દિવસે સ્મોકિંગની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે જણાવીને લોકોને સ્મોકિંગ છોડવા માટે પ્રેરિત કરવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આનાથી સ્મોકિંગ સામે લોકોની સમજ વધે છે.
નો સ્મોકિંગ ડે નો ઇતિહાસ
ધૂમ્રપાનની ખરાબ બાબતો વિશે જાગૃતિ લાવવા માટે વર્ષ ૧૯૮૪ માં નો સ્મોકિંગ ડે નામની ચેરિટીની સ્થાપના કરવામાં આવી હતી. તેનો હેતુ લોકોને ધૂમ્રપાન સાથે સંકળાયેલા આરોગ્યના જોખમો વિશે જણાવવાનો હતો. જેથી લોકો આ આદત છોડવામાં મદદ કરી શકે. ૧૯૮૪ માં સૌપ્રથમ વખત આયર્લેન્ડમાં નો સ્મોકિંગ ડે મનાવવામાં આવ્યો હતો.
અગાઉ તે માર્ચના પહેલા બુધવારે ઉજવવામાં આવતો હતો. બાદમાં માર્ચના બીજા બુધવારે તેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ધીરે ધીરે બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થવા લાગી. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર તમાકુ દર વર્ષે ૮૦ લાખથી વધુ લોકોનો જીવ લે છે.
નો સ્મોકિંગ ડે નું મહત્વ
નો સ્મોકિંગ ડે એ એક એવો પ્રસંગ છે જ્યારે ધૂમ્રપાનના જોખમો વિશે સમગ્ર વિશ્વમાં વાત કરવામાં આવે છે. લોકો સ્વાસ્થ્ય માટે ખતરનાક આ આદતો છોડવા માટે પ્રેરિત થાય છે. સમગ્ર વિશ્વને ધૂમ્રપાન મુક્ત કરવા માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ વિશ્વના વિવિધ ભાગોમાં સેમિનાર, વર્કશોપ વગેરેનું આયોજન કરવામાં આવે છે. નો સ્મોકિંગ ડે લોકોને ધ્રુમપાન છોડવાની અપીલ કરવામાં આવે છે.