અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સ્નાતક પાસ અને અત્યારે કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષા આપવાના છે એવા ઉમેદવારો માટે અમદાવાદમાં સરકારી નોકરી માટે સારા સમાચાર આવી ગયા છે. આ આર્ટિકલમાં ભરતી અંગે તમામ માહિતી આપવામાં આવી છે.
અમદાવાદ અને આસપાસના જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે અમદાવાદમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેસન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સહાયક જુનિયર ક્લાર્કની કુલ ૬૧૨ જગ્યાઓ ભરવાની છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિ વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો ૧૫ એપ્રિલ ૨૦૨૪ પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | સહાયક જુનિયર ક્લાર્ક |
ખાલી જગ્યા | ૬૧૨ |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૫/૦૪/૨૦૨૪ |
ક્યાં અરજી કરવી? | ahmedabadcity.gov.in |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી બીજા વર્ગ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. તેમના સ્નાતકના અંતિમ વર્ષમાં હાજર રહેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ ઉપરાંત કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની ઉંમર મર્યાદા
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 33 વર્ષ
ભરતી માટે અરજી ફી
કેટેગરી | ફીની રકમ |
સામાન્ય શ્રેણી | ₹ ૫૦૦ |
OBC/EWS/SC/ST | ₹ ૨૫૦ |
PH શ્રેણી | શૂન્ય |
સહાયક જુનિયર ક્લાર્કનો પગાર
ભરતી પ્રક્રિયામાં પસંદ પામેલા ઉમેવાદોને ₹ ૨૬,૦૦૦ પ્રતિ મહિના ત્રણ વર્ષનું ફિક્સ પગાર મળશે.
AMC ભરતી પસંદગી પ્રક્રિયા
એક MCQ ટેસ્ટ હશે જેમાં ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે અને પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. પસંદગીનો આગળનો તબક્કો દસ્તાવેજની ચકાસણી છે.
- લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજની ચકાસણી
- ફાઇનલ મેરિટ લિસ્ટ
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારોએ નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરવી આવશ્યક છે. ઉમેદવારોએ નોંધણી કરવાની જરૂર છે અને પછી અરજી કરવા માટે લૉગિન કરો.
- બધા જરૂરી ફીલ્ડ્સ દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અંતિમ સબમિટ બટન પહેલાં, દાખલ કરેલી વિગતો તપાસો.
મહત્વની તારીખ
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ – ૧૫/૦૩/૨૦૨૪
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – ૧૫/૦૪/૨૦૨૪