લોકસભા ચૂંટણી ૨૦૨૪ : મોદી વારાણસી અને રાહુલ વાયનાડ થી ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણી ૨૦૨૪ બહુ જ રોમાંચક રહેશે. આ વખતે જે બેઠકો પરથી મોટા મોટા ચહેરાઓ ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં ક્યારે મતદાન થવાનું છે તેના પર એક નજર નાખવી જોઈએ.

લોકસભા ચૂંટણી 2024 : મોદી વારાણસી અને રાહુલ વાયનાડ, જાણો કઇ વીઆઈપી બેઠક પર ક્યારે મતદાન થશે?
 

લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખની ઘોષણા થઇ ગઈ છે અને આ સાથે જ સૌથી મોટો રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણી ૫૪૩ બેઠક પર છે, પરંતુ વીઆઇપી બેઠકો તેનાથી થોડીક ઓછી છે અને દરેકની નજર તેના પર છે. જેટલા મોટા ચહેરા, તેટલી જ કટ્ટર હરીફાઈ. આ ચૂંટણીમાં અનેક રાજકીય દિગ્ગજો પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ વખતે જે બેઠક પરથી મોટા ચહેરાઓ ચૂંટણી લડી રહ્યા છે અને ક્યારે ત્યાં મતદાન થવાનું છે તે લોકસભા બેઠકો પર એક નજર કરીયે

નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે

જો દેશની વીઆઇપી સીટોની વાત કરીએ તો સૌથી પહેલું નામ વારાણસીથી આવે છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચૂંટણી લડવાના છે. હવે તમને જણાવી દઈએ કે ૧ જૂને વારાણસીમાં છેલ્લા તબક્કાના મતદાનમાં પીએમ મોદીના ભાગ્યનો ફેંસલો છેલ્લે થવા જઈ રહ્યો છે. આવી જ રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કારણે વાયનાડ બેઠક પણ હાઇ પ્રોફાઇલ રહે છે, જ્યાં ૧૯ એપ્રિલે એટલે કે પ્રથમ તબક્કામાં જનતાનો રાહુલને મત ઇવીએમમાં કેદ થઇ જશે.

PM Narendra modi visit Gandhi Ashram ahmedabad

અમેઠી બેઠક : રાહુલ ગાંધી અને સ્મૃતિ ગાંધી વચ્ચે ટક્કર સંભવ

મહારાષ્ટ્રની નાગપુર સીટ પર પણ આ વખતે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યાંથી નીતિન ગડકરી ફરી એકવાર ચૂંટણી લડવાના છે. પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે તેમની બેઠક માટે પણ મતદાન પૂર્ણ થશે. આવી જ રીતે સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચેના વિવાદને કારણે યુપીની અમેઠી બેઠક ચર્ચાનો વિષય બની રહે છે. હવે રાહુલ અહીંથી ચૂંટણી લડશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ પાંચમા તબક્કામાં અહીં મતદાન થવાનું છે, ૨૦ મેના રોજ મતદાન થશે.

હવે જો બંગાળની વાત કરીએ તો અભિનેતા શત્રુઘ્ન સિન્હાના કારણે આસનસોલ સીટ પર પણ કાંટે કી ટક્કર જોવા મળવાની છે. અહીંયા પર સ્ટાર પાવરનો સામનો અગાઉ ભાજપના પવનસિંહ સાથે થઇ રહ્યો છે. પરંતુ છેલ્લી ઘડીએ પવનસિંહે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા રાજકીય પર સમીકરણ બદલાયા હતા. ચોથા તબક્કામાં આસનસોલમાં 13 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આ વખતે એક રસપ્રદ બેઠક મુંબઈ નોર્થ પણ બનવા જઈ રહી છે, કારણ કે ભાજપે અહીંથી પહેલી વાર પીયૂષ ગોયલને મેદાનમાં ઉતાર્યા છે.

બાંસુરી સ્વરાજ, શિવરાજસિંહ ક્યાથી લોકસભા ચૂંટણી લડશે

bansuri swaraj | bansuri swaraj bjp candidate | bjp candidate lok sabha election | bansuri swaraj mother sushma swaraj

હવે પીયૂષ ગોયલને મંત્રી બનવાનો અનુભવ છે, પરંતુ એક વાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા નથી, આવી સ્થિતિમાં લોકસભા જંગમાં તેમની રાજકીય રીતે મોટી શરૂઆત થવાની છે. આમ જોવા જઈએ તો આ વખતે નવી દિલ્હી સીટ પર પણ મુકાબલો રસપ્રદ રહેવાનો છે, ભાજપે બાસુરી સ્વરાજને અહીંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ૨૫ મેના રોજ મતદાન થશે. પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણની વિદિશા બેઠકને પણ અવગણી શકાય નહીં. ૭ મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે.

અમિત શાહ, હેમા માલિની અને રાજનાથ સિંહ ક્યાંથી ચૂંટણી લડશે?

 

ગૃહમંત્રી અમિત શાહ પણ ફરી એકવાર ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી ૨૯૨૪ લડી રહ્યા છે. ગત વખતે તેમણે એકતરફી જીતેલી બેઠક પર આ વખતે ૭ મેના રોજ મતદાન થવાનું છે. પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિનીના કારણે યુપીની મથુરા સીટ પણ હાઇ પ્રોફાઇલ ગણાય છે. બીજો તબક્કો ૨૬ એપ્રિલે યોજાશે. રાજનાથ સિંહની વાત કરીએ તો તેમને ફરીથી લખનઉથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગત વખતે પણ તેમણે આ સીટ પર મોટા અંતરથી જીત મેળવી હતી, પાંચમા તબક્કામાં ૨૦ મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સાત તબક્કામાં યોજાશે

પ્રથમ તબક્કો : ૧૯મી એપ્રિલ

બીજો તબક્કો : ૨૬મી એપ્રિલ

ત્રીજો તબક્કો : ૭મી મે

ચોથો તબક્કો : ૧૩મી મે

પાંચમો તબક્કો : ૨૦મી મે

છઠ્ઠો તબક્કો : ૨૫મી મે

સાતમો તબક્કો: ૧ જૂન

પરિણામો: ૪ જૂન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *