પીએમ મોદીએ કહ્યું : સામાન્ય માણસના જીવનમાં આવતા નાના-નાના સકારાત્મક ફેરફારો ચર્ચામાં નથી આવતા પરંતુ સત્ય એ છે કે આ ફેરફારોએ લોકોના જીવનને ઘણું સરળ બનાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મીડિયા કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ એવા માણસ છે જે હેડલાઈન્સ પર નહીં પરંતુ ડેડલાઈન પર કામ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે, સામાન્ય માણસના જીવનમાં આવતા નાના-નાના સકારાત્મક ફેરફારો ચર્ચામાં નથી આવતા પરંતુ સત્ય એ છે કે આ ફેરફારોએ લોકોના જીવનને ઘણું સરળ બનાવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ ભારતમાં સ્ટાર્ટઅપ અને મુદ્રા યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે ડ્રોન દીદી અને શેરી વિક્રેતાઓ દ્વારા ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ અપનાવવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
આ મીડિયા કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ અનેકવિધ યોજનાઓની વાત કરી હતી. પોતાના સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું એવી યોજનાઓ વિશે વાત કરીશ જેના વિશે મીડિયા ઓછી વાત કરે છે. વડાપ્રધાને કહ્યું કે, તાજેતરમાં તેમણે ૧૦૦૦ મહિલાઓને ડ્રોન આપ્યા છે. તેમણે કહ્યું કે આ મહિલાઓ ગામડાઓમાં સ્વ-સહાય જૂથો ચલાવે છે અને અથાણું, મુરબ્બો જેવી વસ્તુઓ બનાવે છે. પીએમએ કહ્યું કે, આ ડ્રોન યુવાનોને પણ આપી શકાયા હોત પરંતુ મારો વિચાર હતો કે આ ડ્રોન મહિલાઓને આપીને લોકોની માનસિકતા બદલવી પડશે. ગામડાઓમાં જ્યાં દીકરીને ટ્રેક્ટર ચલાવતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે દીકરી ડ્રોન ચલાવે ત્યારે તેની કેટલી સકારાત્મક અસર પડશે..
પીએમ મોદીએ ગુજરાતમાં તેમના સમયની એક ઘટના વિશે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં અમે આશા અને આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓના ડ્રેસ બદલ્યા હતા. પીએમે કહ્યું કે, મેં કહ્યું હતું કે તેમનો ડ્રેસ એર હોસ્ટેસ કરતા સારો હોવો જોઈએ. જેનું પરિણામ એ આવ્યું કે જ્યારે આ મહિલાઓ ગામમાં આવી ત્યારે લોકોને લાગ્યું કે સરકાર આવી ગઈ છે. આ પછી પીએમ મોદીએ બે લાખ વેરહાઉસ બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં અનાજનો સંગ્રહ કરવામાં આવશે.પીએમ મોદીએ કહ્યું કે ૧૦ વર્ષ પહેલા માત્ર થોડા જ સ્ટાર્ટઅપ હતા. તે સમયે સ્ટાર્ટઅપના નામે માત્ર બેંગલુરુ જ મનમાં આવતું હતું. આજે દેશના ૬૦૦ જિલ્લામાં સ્ટાર્ટઅપ્સ છે. દેશના નાના શહેરોના યુવાનો મોટા પાયે સ્ટાર્ટઅપ્સમાં અગ્રેસર છે.