શંકાસ્પદની ઓળખ ૨૬ વર્ષીય આન્દ્રે ગાર્ડન તરીકે કરવામાં આવી છે.
આજરોજ વહેલી સવારે અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે અમેરિકામાં ‘સેન્ટ પેટ્રિક ડે’ પરેડ કેન્સલ કરવી પડી હતી અને તમામ બાળકોના ‘થીમ પાર્ક’ બંધ કરવાની ફરજ પડી હતી.
અમેરિકાના મિડલટાઉન ટાઉનશિપ પોલીસના જણાવ્યા અનુસાર, ઈસ્ટર્ન પેન્સિલવેનિયાના ફોલ્સ ટાઉનશીપમાં ગોળીબારની પુષ્ટિ થઈ છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. શંકાસ્પદની ઓળખ 26 વર્ષીય આન્દ્રે ગાર્ડન તરીકે કરવામાં આવી છે. તેને ધરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
અમેરિકાના બક્સ કાઉન્ટીના સત્તાવાળાઓએ રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા અને તેમના દરવાજા બંધ રાખવાની સલાહ આપી છે. સ્થાનિક ચૂંટાયેલા અધિકારીએ શૂટિંગને ‘ઘરેલું’ કારણ ગણાવ્યું હતું.
અમેરિકાના ફોલ્સ ટાઉનશીપ બોર્ડ ઓફ સુપરવાઈઝરના ચેરમેન જેફરી ડેનેસે જણાવ્યું હતું કે બંદૂકધારી ટાઉનશીપમાં બે સ્થળોએ ગયો હતો. ત્યારે તેણે ઘણા લોકોને ગોળી મારી હતી. જેમાંથી ત્રણના મોત થયા હતા.