ચૂંટણી પંચે આજે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડ્સ પર સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી ડિજિટાઈઝ્ડ ફોર્મમાં પ્રાપ્ત ડેટા અપલોડ કર્યો છે. www.eci.gov.in/candidate-politicalparty પર ડેટા એક્સેસ કરી શકાય છે.
ECએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રાજકીય પક્ષોએ સીલબંધ કવરમાં ઈલેક્ટોરલ બોન્ડ્સ પર ડેટા દાખલ કર્યો હતો. રાજકીય પક્ષો પાસેથી મેળવેલ ડેટા સીલબંધ કવર ખોલ્યા વિના સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ વર્ષે 15મી માર્ચના રોજ સર્વોચ્ચ અદાલતના આદેશના અનુસંધાનમાં, સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ સીલબંધ કવરમાં પેન ડ્રાઇવમાં તેના ડિજિટાઇઝ્ડ રેકોર્ડ સાથે ભૌતિક નકલો પરત કરી છે.