ભારત-માલદીવ ઉચ્ચ-સ્તરીય કોર જૂથની ત્રીજી બેઠક ગઈકાલે માલેમાં યોજાઈ હતી, જ્યાં બંને પક્ષોએ માલદીવના લોકોને માનવતાવાદી સેવાઓ પૂરી પાડતા ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મના સતત સંચાલનને સક્ષમ કરવા માટે ભારતીય તકનીકી કર્મચારીઓની ચાલુ પ્રતિનિયુક્તિની સમીક્ષા કરી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગ સંબંધિત વ્યાપક મુદ્દાઓ પર તેમની ચર્ચાઓ ચાલુ રાખી હતી. ચર્ચાઓ દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા અને ભારત અને માલદીવ વચ્ચે લોકો-થી-લોકોના જોડાણને વધારવાના પ્રયાસો પર કેન્દ્રિત હતી.
ઉલ્લેખનીય છે કે, માલદીવમાં ભારતીય કર્મચારીઓની પ્રથમ બેચને ટેક્નિકલ કર્મચારીઓ દ્વારા બદલવામાં આવી છે. પરસ્પર અનુકૂળ તારીખે નવી દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય કોર ગ્રુપની આગામી બેઠક યોજવા માટે સંમતિ સધાઈ હતી.