અઠવાડિયાના બીજા જ દિવસે બજારમાં કડાકો જોવા મળ્યો, સોમવારે શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો.
શેરબજારની શરૂઆત આજે પણ શુભ રહી ન હતી. અઠવાડિયાના બીજા જ દિવસે બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. આજે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીની શરુઆત નુકસાન સાથે થઈ હતી.
સેન્સેક્સ ૨૮૫ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ખુલ્યો હતો
સવારે BSE સેન્સેક્સ ૨૮૫ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૭૨૪૬૨ પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટીએ ૧૦૯ પોઈન્ટ ઘટાડા સાથે ૨૧૯૪૬ ના સ્તર પર આજના કારોબારની શરૂઆત કરી હતી. સામાચાર લખાય છે ત્યા સુધીમાં સેન્સેક્સ ૫૨૨ ના ઘટાડા સાથે ૭૨૨૨૫ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી ૧૭૧ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૨૧૮૮૪ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. NSE પર ટ્રેડ થયેલા ૨૩૫૭ શેરોમાંથી માત્ર ૯૧૯ જ ગ્રીનમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ૧૩૪૨ શેરોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. હાલ ૯૮ શેરોની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.
બેન્ક ઓફ જાપાનના નાણાકીય નીતિના નિર્ણય પહેલા આજે એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, આ વર્ષે ૧૭ વર્ષ પછી અહીં નકારાત્મક વ્યાજ દર નીતિને સમાપ્ત કરે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતીય શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૦૪.૯૯ પોઈન્ટ અથવા ૦.૧૪ % વધીને ૭૨,૭૪૮.૪૨ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૦૩૨.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૫ %ના ઉછાળા સાથે ૨૨,૦૫૫.૭૦ પર બંધ થયો હતો.