આજે વિશ્વ સ્પેરો દિવસ ૨૦૨૪

વિશ્વ ચકલી દિવસ દર વર્ષે ૨૦ માર્ચના રોજ મનાવવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી.

World Sparrow Day 2024, વિશ્વ ચકલી દિવસ : એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીઓ હવે લુપ્ત થવાના આરે

દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની ઓછી ઘણી ઘટી રહી છે. ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ ચકલી દિવસ ઇતિહાસ

દુનિયાભરમાં ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવમી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૦ માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.

વિશ્વ ચકલી દિવસ મહત્વ

ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે. આ દિવસનો હેતુ જૈવવિવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી શકીએ છીએ તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવી. આપણે તેમની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *