જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ,રાજ્યભરમાંથી પદયાત્રા કરીને લાખો યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમ ઉત્સવની શરૂઆત થઈ છે. જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું. રાજ્યભરમાંથી પદયાત્રા કરીને લાખો યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે. આજે મોટીસંખ્યામાં ઉમટેલા ભક્તો અને પદયાત્રીઓએ રણછોડજીના દર્શન કર્યા હતા. ધ્વજા રોહન કરી અબીલ ગુલાલની છોડો ભક્તોએ ઉડાવી ધન્યતા અનુભવી હતી. રણછોડજીના દર્શન માટે ડાકોરના રસ્તાઓ પર પદયાત્રી અને સંઘોએ પ્રયાણ કર્યું છે.
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ ઉત્સવની શરૂઆત થઇ છે. મંદિરમાં દર્શનાર્થે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. હજારો પદયાત્રીઓ સંઘોનું ડાકોરમાં આગમન થયું છે. અને જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોર ગુંજી ઉઠ્યું છે. ભક્તોએ ધ્વજારોહણ કરી અબીલ ગુલાલની છોળો ઉડાવી હતી. આજે અમલકી અગિયારસ નિમિતે સાંજે ભગવાનની ભવ્ય શોભયાત્રા નીકળશે જેમાં મોટીસંખ્યામાં ભક્તો જોડાશે. આ ઉત્સવ આજથી ધુળેટી સુધી પાંચ દિવસ ચાલશે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગોમતી ઘાટપર રાત્રી રોકાણ કરે છે.