ગુજરાતમાં હાલના સમયે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે. આગામી ૨૪ કલાકમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે.
ગુજરાતમાં હાલના સમયે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે. જ્યારે બપોરે ગરમી લાગી રહી છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હીટવેવ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે . હવામાન વિભાગના મતે કચ્છમાં આગામી પાંચ દિવસમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જાય તેવી સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરના તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ અનુભવાશે. જેના ભાગરુપે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગ ઝરતી ગરમી પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ક્રમશ વધારો થવાની સંભાવના છે
આ રાજ્યોમાં માં ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આગામી ૨૪ કલાકમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી પવન ફૂંકાશે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદ સાથે કરા પણ પડી શકે છે. આ સિવાય શનિવારથી ફરી એકવાર પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોર પકડશે, જેના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના વધી રહી છે.
આગામી ૨૪ કલાકમાં પહાડી રાજ્યોમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયે તેલંગાણામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ કારણે તેલંગાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધ્ય ભારતના ભાગ સિવાય આગામી ૨૪ કલાકમાં ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હવામાન બદલાઈ શકે છે. આગાહી મુજબ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિત હિમાચલના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. આ ઉપરાંત આગામી ૨૪ કલાકમાં પહાડી રાજ્યોમાં પણ વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ગુરુવારે બપોરથી કટેલાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓછા વરસાદની સાથે કરા પડવાની પણ શક્યતા વધુ છે.