અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, આ સામે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર વળતા પ્રહાર કર્યા.
લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં ૨૬ બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગને મોકલી દીધુ છે.
બિમલ શાહે કહ્યું કે, નાની ઉંમરમાં રોહન ગુપ્તાને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી હતી. રોહન ગુપ્તાનો રાજીનામું આપવાનો નિર્ણય ખોટો છે. આવા સંજોગોમાં રાજીનામું ન આપવું જોઈએ.
રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી છે.’