દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે.
ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના ૧૩ શહેરમાં તાપમાન ૩૭ ડિગ્રીને પાર થયું હતું. આજે હવામાન વિભાગે કચ્છ, ગીર-સોમનાથ, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.
આગામી પાંચ દિવસ હીટ વેવની આગાહી
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, ૨૨ મી માર્ચથી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં હીટ વેવની શક્યતા છે. ૨૩ મીથી ૨૬ મી માર્ચ દરમિયાન પણ કચ્છ, પોરબંદર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
આ જિલ્લામાં વધારે ગરમી
અમરેલી ૪૦.૨ ડિગ્રી
રાજકોટ ૪૦.૧ ડિગ્રી
પોરબંદર ૩૯.૦ ડિગ્રી
વડોદરા ૩૮.૬ ડિગ્રી
ભૂજ ૩૮.૫ ડિગ્રી
સુરત ૩૮.૪ ડિગ્રી
છોટાઉદેપુર ૩૮.૩ ડિગ્રી
ડીસા ૩૭.૯ ડિગ્રી
અમદાવાદ ૩૭.૪ ડિગ્રી
ભાવનગર ૩૭.૪ ડિગ્રી
ગાંધીનગર ૩૭.૨ ડિગ્રી
નલિયા ૩૭.૨ ડિગ્રી
જામનગર ૩૭.૧ ડિગ્રી
કંડલા ૩૫.૬ ડિગ્રી