રાજકુમાર સૈનીની આગેવાની હેઠળ ભારતીય મહાગઠબંધન INDI ગઠબંધનને સમર્થન આપશે

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ જોઈને અને તેમના વિચારોથી પ્રેરિત થઈને રાજકુમાર સૈની INDI ગઠબંધનમાં જોડાયાઃ મલ્લિકાર્જુન ખડગે

રાજકુમાર સૈનીની આગેવાની હેઠળના ભારતીય મહાગઠબંધને, INDI ગઠબંધનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સૈનીએ શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નેતા રાહુલ ગાંધી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી.

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે; “તમામ રાજકીય પક્ષો એક જ વાત કહી રહ્યા છે કે, અમને અમારો હિસ્સો મળવો જોઈએ. રાહુલ ગાંધીએ જાતિ ગણતરી અને આર્થિક સર્વેક્ષણના આધારે લોકોને ન્યાય આપવા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અમારું ‘ભારતીય મહાગઠબંધન’ INDI જોડાણને સમર્થન આપી રહ્યું છે. અમે સાથે મળીને આ દેશમાં દરેકને સમાન અધિકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે; “દેશનો સૌથી મોટો મુદ્દો ભાગીદારી છે. યાત્રા દરમિયાન, અમે સામાજિક ન્યાય વિશે વાત કરી અને તેનું આગામી ક્રાંતિકારી પગલું જાતિ વસ્તી ગણતરી અને આર્થિક સર્વે છે. આનાથી ખબર પડશે કે, દેશની 90 % વસ્તી દેશમાં કેટલી ભાગીદારી ધરાવે છે.”

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ જોઈને અને તેમના વિચારોથી પ્રેરિત થઈને રાજકુમાર સૈનીએ નક્કી કર્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીને સમર્થન કરશે. તેમણે INDI જોડાણને બિનશરતી સમર્થનની ખાતરી આપી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *